
પાટણ, 13 માર્ચ (હિ.સ.)સમી તાલુકાના ગોચનાદ અને બાસ્પા ગામ વચ્ચે રાધનપુર–મહેસાણા હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. રસ્તામાં અચાનક નીલગાય આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
ભુજથી મહેસાણા તરફ દૂધ લઈને આવી રહેલા ટેન્કરના ચાલકે નીલગાયને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રોડ પરથી નીચે ઉતરીને પલટી ગયું.
ટેન્કર ચાલક મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના વસીરભાઈ મનસુરીએ જણાવ્યું કે, અકસ્માતમાં ટેન્કર ટ્રકથી અલગ પડી ગયું હતું અને અંદાજે 10 હજાર લિટર દૂધ ઢોળાઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ