ચાણસ્મા ખાતે 16 માર્ચે શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પાટણ, 13 માર્ચ (હિ.સ.)ચાણસ્મા નગરપાલિકા દ્વારા 16 માર્ચે નગરપાલિકા સામે શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સરકાર તમારા દ્વારે’ પહેલ અંતર્ગત યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોને સરકારી યોજનાઓની માહિતી આપવાનો અને તેમના
ચાણસ્મા ખાતે 16 માર્ચે શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.


પાટણ, 13 માર્ચ (હિ.સ.)ચાણસ્મા નગરપાલિકા દ્વારા 16 માર્ચે નગરપાલિકા સામે શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સરકાર તમારા દ્વારે’ પહેલ અંતર્ગત યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોને સરકારી યોજનાઓની માહિતી આપવાનો અને તેમના કામો નજીકમાં જ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, પાનકાર્ડ અને રેશનકાર્ડમાં નામ સુધારા-વધારા સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના કાર્ડ સંબંધિત કામગીરી કરવામાં આવશે. સાથે સાથે નગરજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલે નગરજનોને આ કાર્યક્રમનો લાભ લેવા તેમજ જરૂરી દસ્તાવેજો સંબંધિત કામો માટે હાજર રહેવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande