બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IGP તરીકે પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ
પાટણ, 13 માર્ચ (હિ.સ.) : બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે પરીક્ષિતા રાઠોડે પાલનપુર ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. આ રેન્જ હેઠળ પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે. પાલનપુર આગમન સમયે ત્રણેય જિલ
બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IGP તરીકે પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ


પાટણ, 13 માર્ચ (હિ.સ.) : બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે પરીક્ષિતા રાઠોડે પાલનપુર ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. આ રેન્જ હેઠળ પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે. પાલનપુર આગમન સમયે ત્રણેય જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) સહિત ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

પરીક્ષિતા રાઠોડ અગાઉ પાટણ અને કચ્છ ઈસ્ટ જિલ્લામાં SP તરીકે સેવા આપી ચૂક્યા છે. સરહદી જિલ્લાઓમાં કામ કરવાનો અનુભવ હોવાથી તેઓ અહીંની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓથી સારી રીતે પરિચિત છે.

પદભાર સંભાળ્યા બાદ તેમણે ત્રણેય જિલ્લાના SP સાથે સમીક્ષા બેઠક યોજી અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ગુના નિયંત્રણ અને સરહદી સુરક્ષા તેમની મુખ્ય પ્રાથમિકતાઓ રહેશે.

સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન (દારૂબંધી) સામે કડક કાર્યવાહી, તેમજ પોલીસ સ્ટેશનમાં આવનાર ફરિયાદીઓને યોગ્ય ન્યાય અને સંતોષ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત બોર્ડર રેન્જના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande