હવેલી ચોકનું લોકાર્પણ 108 અનિરૂધ્ધલાલજી બાવાના વરદ હસ્તે શુભ કાર્ય થયું હતું
ગોવર્ધન નાથજીની હવેલીને 23 વર્ષ પૂર્ણ થયા અને 24 મો પાટોત્સવ ઉજવાયો હતો
પુષ્ટિમાર્ગીય ગાય વનવિહારના ભાવથી પધરાવવામાં આવી સાથે મયુરપંખ અને બાંસુરી ,સુદર્શન ચક્ર અને
કમળપુષ્પમાં ગોવર્ધનધારી મસ્તક તિલક .
ભરૂચ 20 એપ્રિલ (હિ.સ.)
નિકુંજ નાયક શ્રીનાથજીની અસીમ કૃપાથી પૂ.પા.ગો 108 દ્વારકેશલાલજી મહારાજ (કામવન-સુરત) પૂ.પા.ગો. 108 અનિરૂધ્ધલાલજી બાવા, પૂ.પા.ગો. 108 કહૈયાલાલજી બાવાની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઈ.ડી.સી શ્રીમદ્ વલ્લભાચાર્યજી સેવા સમર્પણ ટ્રસ્ટ સંચાલિત ગોવર્ધનધન નાથજીની હવેલીનો પ્રભુનો 24 મો પાટોત્સવ 20/04/2025 રવિવાર નાં રોજ પૂ.પા.ગો. 108 ગોવિંદરાયજી અને ગોકુલચંદ્રજીની ઉપસ્થિતિમાં આ શુભ દિને ઉજવવામાં આવ્યો હતો તેમજ નવનિર્મિત હવેલી ચોકનું લોકાર્પણ 108 અનિરૂધ્ધલાલજી બાવાના વરદ હસ્તે શુભ કાર્ય થયું હતું.
હવેલીનો પાટોત્સવ તેમજ હવેલી ચોકના લોકાર્પણ મહોત્સવ પ્રસંગે પલના નંદ મહોત્સવ ,શ્રીજીના તિલક દર્શન ,હવેલી ચોક લોકાર્પણ 108 અનિરૂધ્ધલાલજી બાવાના વરદ હસ્તે શુભ કાર્ય થયું હતું.
મયુરપંખ અને બાંસુરીના દાતા કે પટેલ નિલેશ પટેલ,સુદર્શન ચક્ર મહેશ પટેલ અને હસમુખ ભાદાણી અને કમળપુષ્પમાં ગોવર્ધનધારી મસ્તક તિલકના વરદાયિની કેમિકલ હસમુખ પટેલ ,પુષ્ટિમાર્ગીય ગાય વનવિહારના ભાવથી પધરાવવામાં આવી હતી.
ત્યારબાદ જેજેના વચનામૃતમાં હવેલી ચોક અંકલેશ્વરમાં બનતા ઘણી પ્રસન્નતા થાય છે.
ગાય ,તિલક ,મોરપિચ્છ સાથે કાનાની બંસરી અને સુંદરશન ચક્ર એમાં ઘણું સમાયેલું છે.કેરી દરેક ફળનો રાજા છે.નર્મદા નદીના કિનારે આવેલું પવિત્ર સ્થાન છે.
ગૌમાતા આપને બીજાના માટે જીવવાનું શીખવાડે છે.
તમારા કેન્દ્રમાં શ્રીનાથજી છે.વૈષ્ણવ જન બધાજ તિલક કરે હવેલીને 23 વર્ષ પૂર્ણ થયા અને 24 મો પાટોત્સવ છે .જે જે અનિરુદ્ધબાવા સુરત. મોતી મહલનો મનોરથ અને મહાપ્રસાદમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી મદ્દ વલ્લભાચાર્યજી સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા જન સુખાકારી માટે હવેલી ચોકનું સૌંદર્યકાર્ય કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં કોઈપણ કાર્યમાં હવેલી ટ્રસ્ટ સહભાગી રહેશે .
આ હવેલી લોકાર્પણ પ્રસંગે હિંમત શેલડિયા,હસમુખ દુધાત ,અમુલખ પટેલ,ચતુર ભંડેરી, રમેશ ગાબાણી તેમજ અગ્રણીઓ પધાર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ