પાટણમાં શૈક્ષણિક બાબતો પર મહાસંઘની મહત્વની બેઠક યોજાઈ
પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)૧૮ એપ્રિલે પાટણમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, ગુજરાત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૧ એપ્રિલ ૨૦૦૫ પહ
પાટણમાં શૈક્ષણિક બાબતો પર મહાસંઘની મહત્વની બેઠક યોજાઈ


પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)૧૮ એપ્રિલે પાટણમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, ગુજરાત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે હોદ્દેદારોનું અભિનંદન કરવામાં આવ્યું હતું. ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પ્રચાર્ય સંવાદ અભિયાન અંગે માહિતી આપી હતી, જ્યારે ડૉ. રૂપેશભાઈ ભાટિયાએ મંડળ રચનાના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

પસાભાઈ દેસાઈએ આગામી વર્ષના સદસ્યતા અભિયાનનું આયોજન રજૂ કર્યું હતું. રમેશભાઈ ચૌધરીએ વિનિયમ સુધારા સમિતિ તથા ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ બેઠકમાં એકમ કસોટીની વિસંગતતાઓ, ૩૦૦ રજાઓનું રોકડ રૂપાંતર, ફિક્સ પગારધોરી નોકરીમાં ગ્રેજ્યુઈટીની ગણતરી, HMATના બદલાનો લાભ અને આચાર્યોના અલગ પગારધોરણ જેવા અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અંતે અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે કહ્યું હતું કે હવે મહાસંઘની અસરકારકતા સાબિત કરવાનો સમય છે અને દરેક સભ્યએ સક્રિય ભાગ ભજવવો જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande