Arvalli, 19 એપ્રિલ (હિ.સ.).
અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરમાં એલસીબી પોલીસી સપાટો બોલાવી. રહેણાંક વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયા ના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ધનસુરા વિસ્તારમાં આવેલ જવાહર બજારમાં આવેલ વિસ્તારમાંથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂ કુલ 93 બોટલો જેની કિંમત 14700 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પ્રોહીબેશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ