અરજદારઓની ગુમ થયેલ મોટર સાયકલ શોધી કાઢી મુળ માલીકોને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 21 એપ્રિલ (હિ.સ.) ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી જાહેર જનતાને તાત્કાલિક અસરથી મદદરૂપ થવા અને અરજદારઓની ગુમ થયેલ મોટર સાયકલ શોધી મુળ માલિકોને આપવવા સૂચના આપેલ છે. જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર
ગુમ થયેલ મોટર સાયકલ શોધી કાઢી મુળ માલીકોને પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ.


ગીર સોમનાથ, 21 એપ્રિલ (હિ.સ.) ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી જાહેર જનતાને તાત્કાલિક અસરથી મદદરૂપ થવા અને અરજદારઓની ગુમ થયેલ મોટર સાયકલ શોધી મુળ માલિકોને આપવવા સૂચના આપેલ છે.

જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ ઉનાનાઓની રાહબરી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર નાઓ સૂચના મુજબ સર્વલન્સ સ્કોર્ડના નાઓ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન અરજદાર કાળુભાઈ બાબુભાઇ વાઘેલા ખત્રીવાડા તા.ઉના તથા અરજદાર ધ્રુવકુમાર વજુભાઇ મોરી રહે. બોડીદર કોડીનાર વાળાઓની રજૂઆત કરેલ કે અમારી મોટર સાયકલ ગુમ થયેલ હોય જેથી પોલીસ મદદ માંગતા તાત્કાલિક અસરથી ટીમ વર્ક કરી સર્વલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલિંગ ફરતા ફરતા બે શંકાસ્પદ મોટર સાયકલ જેના રજી.નંબર GJ-05-AK.- 3739 તથા રજી.નંબર GJ-32-F-2003 વાળી બિન વારસું મળી આવતા ઉપરોક્ત બંને મોટર સાયકલ અરજદારઓના વર્ણન વાળી હોય જે ગુમ થયેલ મોટર સાયકલો હોય જે રજુઆતે ધ્યાને લેતા ઉપરોકત અરજદારઓની ગુમ થયેલ મોટર સાયકલો મુળ માલીકને પરત સોપી પ્રસંશનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande