ભાવનગરમાં એસીબી નો મોટો ટ્રેપ: ફાયર વિભાગના ડેપ્યુટી અધિકારી સહિત બે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ભાવનગર, 21 એપ્રિલ (હિ.સ.)ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ACBએ ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે અને અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિગતો મ
ACB


ભાવનગર, 21 એપ્રિલ (હિ.સ.)ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ACBએ ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે અને અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

વિગતો મુજબ, ભાવનગરના ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર મહેશ પટેલ અને તેમના સાથી પ્રકાશ ચૌહાણને ACBએ રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલો એક ખાનગી શાળાની ફાયર સેફ્ટી યોજના અને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે.

મળતી માહિતી અનુસાર, શાળાના ફાયર સેફ્ટી પ્લાનને મંજૂરી આપવા અને જરૂરી પ્રમાણપત્ર આપવાના બદલામાં આરોપીઓએ કુલ રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ સુચિત રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદી દ્વારા લાંચના હપ્તા રૂપે રૂ. 2 લાખ આપતા જ, પહેલેથી જ તૈયાર બેઠેલી ACB ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી બાદ ACB દ્વારા આરોપીઓના અન્ય દસ્તાવેજો, સંપત્તિ અને સંભવિત ગેરકાયદેસર વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગમાં આવી ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande