•ગુજરાતના તમામ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને કો-ઓર્ડીનેટર માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ
મોડાસા, 19 એપ્રિલ (હિ.સ.). ગુજકોષ્ટ પ્રેરિત મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી અને ગુજરાત ગણિત મંડળ ના સંયુક્ત ઉપક્રમે શ્રી કે.આર. કટારા આર્ટસ કોલેજ શામળાજી ખાતે એક દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી. સી.બરંડા- ધારાસભ્ય ભિલોડા, ડૉ.આર.સી. મહેતા -મંત્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, ટ્રસ્ટી દિલીપભાઈ કટારા, પ્રિ.ડૉ.અજયભાઈ પટેલ આચાર્ય શ્રી કે. આર. કટારા આર્ટ્સ કોલેજ, પ્રા.ડૉ.મનોજ ગોંગીવાલા - સર પી.ટી.સાયન્સ કોલેજ, મોડાસા ઉપસ્થિત રહ્યા હતા.
દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ તાલિમી સેશનમાં તજજ્ઞ શ્રી તરીકે પ્રા.એન.એન.રોઘેલિયા નિવૃત્ત,હેડ ઑફ મેથ્સ ડીપાર્ટમેન્ટ,એમ.જી.સાયન્સ કૉલેજ ,વિષય: what is 100 ? વિશે લોકભોગ્ય પ્રવચન તથા સુગણિતમ્ સામાયિક ના સંપાદક શ્રી પી.કે.વ્યાસ સાહેબે Recreational mathematics અન્વયે ગમ્મત ગણિત ની વિષયે અને અમદાવાદ ગણિત મંડળ ના ઉપપ્રમુખ દર્શનભાઈ મહેતા એ play with pentominoes વિષય પર પ્રવૃત્તિ સાથે વક્તવ્ય રજૂ કર્યું હતું.
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ચંદનબેન સુમનલાલ પટેલ તેમજ અમદાવાદ ગણિત મંડળ ના પ્રમુખ મોહમ્મદ હુસેન ગેણા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન જીજ્ઞાબેન દવે, આરાધનાબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કરવા માટે સ્થળ શ્રી કે. આર. કટારા આર્ટ્સ કોલેજ નો કોન્ફરન્સ હોલ સેવા અર્થે આપવા બદલ ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સહયોગી સંસ્થાઓ તરીકે પ્રા.એ.આર.રાવ ફાઉન્ડેશન તથા પ્રા.એ.એમ.વૈદ્ય ફાઉન્ડેશન નો પણ આભાર માનવામાં આવે છે સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ મ.લા.ગાધી ઉચ્ચતર કેળવણી મંડળ , મોડાસાના પ્રમુખમહેન્દ્રભાઈ વી.શાહ શુભેચ્છાઓ પાઠવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ