Banas Kantha, 19 એપ્રિલ (હિ.સ.)
અંબાજી,19 એપ્રીલ (હિ. સ). વિશ્વ પ્રસિદ્ધ શક્તિ પીઠ અંબાજી ખાતે લાખો માઈ ભક્તો પધારી માં અંબાના દર્શન કરે છે, ત્યારે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજીના મહેમાન બન્યા હતા. તેઓ સૌ પ્રથમ મંદિરમાં મા અંબેના દર્શન કર્યા હતા, ત્યારબાદ બપોરે અંબિકા ભોજનાલય ખાતે પધારી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તેઓએ જણાવ્યું કે, મને માં અંબા પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અવારનવાર હું માના દર્શને આવું છું અને અંબિકા ભોજનાલય ખાતે ભોજન પ્રસાદ ગ્રહણ કરું છું, ખુબ જ સાત્વિક અને સુંદર ભોજનની સેવા અહીં મળી રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ