સુરત , 2 એપ્રિલ (હિ.સ.) સુરત કામરેજ રોડ લસકાણામાં શ્રી ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ ઍમ્બ્રોઈડરીનાï મશીનમાંથી ચાર મહિલાઅોઍ રૂપિયા 47 હજારની કિંમતની કોપર વાયરની ચોરી કરી નાસી ગયા હતા
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા મમતા પાર્ક સોસાયટીમાં રહેતા ઉમેશ ચંદુભાઈ લાઠીયા લસકાણામાં શ્રી ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૨માં ઍમ્બ્રોઈડરીનું ખાતુ ધરાવે છે. ગઈકાલે મોડી રાત્રે ત્રણેક વાગ્યાના આરસામાં ચાર અજાણી મહિલાઅો તેમના ખાતામાં ઘુસી ઍમ્બોઈડરી મશીનમાં વપરાતા કોપર વાયરી ચોરી કરી હતી. મહિલાઅોઍ રૂપિયા 47,952ના મતાની 70 મીટર વાયર ચોરી કરી હતી. પોલીસે ઉમેશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે