પાટણ APMC દ્વારા હંગામી તમાકુ સબ-માર્કેટયાર્ડનો આરંભ : 60 હજાર બોરીની આવક
પાટણ, 2 એપ્રિલ (હિ.સ.) પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)એ ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાટણ-ઊંઝા રોડ પર દિગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ-માર્કેટયાર્ડ શરૂ કર્યું છે. નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના હસ્તે આ યાર્ડનું ઉદ્ઘા
પાટણ APMC દ્વારા હંગામી તમાકુ સબ-માર્કેટયાર્ડનો આરંભ : 60 હજાર બોરીની આવક


પાટણ APMC દ્વારા હંગામી તમાકુ સબ-માર્કેટયાર્ડનો આરંભ : 60 હજાર બોરીની આવક


પાટણ, 2 એપ્રિલ (હિ.સ.) પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)એ ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાટણ-ઊંઝા રોડ પર દિગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ-માર્કેટયાર્ડ શરૂ કર્યું છે. નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના હસ્તે આ યાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ઉદ્ઘાટન વખતે પ્રથમ દિવસે જ 60 હજારથી વધુ તમાકુ બોરીઓ આવી હતી. આ હરાજીમાં મક્કમ ભાવ, રૂ.26,111 મળ્યો. સબ-યાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઇડ લાઇસન્સ ધરાવતા વેપારીઓ કાર્યરત છે. ખેડૂતોની સુવિધા માટે આરામ, નાસ્તો, ભોજન, પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

બોરસણ ગામના ખેડૂત જાહુજી ઠાકોરે જણાવ્યું કે હવે નવા સબ-યાર્ડમાં નજીકમાં જ સારા ભાવ અને રોકડ મળવા લાગે છે. અગાઉ તેમને ઉનાવા એપીએમસી સુધી જવું પડતું હતું, જે ખર્ચાળ હતું. APMC પાટણના ચેરમેન સ્નેહલ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચું વજન અને રોકડ ચુકવણીની ખાતરી આપી.

પાટણ જિલ્લામાં તમાકુના વાવેતરનો રકમ ધીમે ધીમે વધ્યો છે. 2018માં 1887 હેક્ટર જમીન પર તમાકુ વાવાયું હતું, જે હવે 2024માં 7967 હેક્ટર પર વાવેતર થયું છે. નવા સબ-યાર્ડના આરંભથી, ખેડૂતોને વેચાણ માટે લાંબી મુસાફરીની જરૂરતા નહિ પડે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande