પાટણ એસ.એલ.આર. કચેરીના કર્મચારીના અભાવથી અરજદારોને મુશ્કેલી
પાટણ, 2 એપ્રિલ (હિ.સ.) પાટણના એસ.એલ.આર. કચેરીમાં છેલ્લા 15 મહિનાથી અધિકારીની જગ્યાની ખાલીપડી છે. આ કચેરીના ઈન્ચાર્જ તરીકે પ્રાંત અધિકારીના વધારાના ચાર્જ હેઠળ કામગીરી ચાલી રહી છે.પ્રાંત અધિકારીને તેમની નિયમિત જવાબદારીઓ સાથે સાથે આ વધારાના ચાર્જ પણ છે
પાટણ એસ.એલ.આર. કચેરીના કર્મચારીના અભાવથી અરજદારોને મુશ્કેલી


પાટણ, 2 એપ્રિલ (હિ.સ.) પાટણના એસ.એલ.આર. કચેરીમાં છેલ્લા 15 મહિનાથી અધિકારીની જગ્યાની ખાલીપડી છે. આ કચેરીના ઈન્ચાર્જ તરીકે પ્રાંત અધિકારીના વધારાના ચાર્જ હેઠળ કામગીરી ચાલી રહી છે.પ્રાંત અધિકારીને તેમની નિયમિત જવાબદારીઓ સાથે સાથે આ વધારાના ચાર્જ પણ છે, જેના કારણે કચેરીની કામગીરી નિયમિત રીતે પૂરું પાડવામાં આવી રહી નથી. આને કારણે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થતી નથી અને અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.પાટણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશકુમાર મંગળભાઈ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે વિનંતી કરી છે કે એસ.એલ.આર. કચેરીમાં કાયમી અધિકારીની નિમણૂક વહેલી તકે કરવામાં આવે, જેથી અરજદારોને સહજતાથી સેવા મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande