પાટણ, 2 એપ્રિલ (હિ.સ.) કેરળના તિરુવનંતપુરમમાં 24 થી 29 માર્ચ દરમિયાન યોજાયેલી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં પાટણની બહેરા મૂંગા શાળાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. ચંદ્રશેખર નૈયર સ્ટેડિયમમાં યોજાયેલી સ્પર્ધામાં શાળાના છ ખેલાડીઓએ કુલ છ મેડલ જીત્યા.
600 ખેલાડીઓની વચ્ચે પાટણની શાળાના ખેલાડીઓએ એક ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા. ક્રિષ્નુજી ઠાકોરે ગોલ્ડ, કરીશ્મા વાઘરીએ સિલ્વર અને મારીઆ ઘાંચી, કોમલ ડોસાણી અને જીગ્નેશ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ જીતી છે.
આ સફળતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને કોચ ઘેમર દેસાઈ અને ટીમ મેનેજર વર્ષા જોષીના માર્ગદર્શન હેઠળ મળી. શાળાના ટ્રસ્ટીઓ, શિલ્પાબેન અને મેરેથોન કોચ રાહુલ સલાટે તાલીમ આપી. આ સિદ્ધિથી પાટણ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર