- પીએમએનઆરએફ તરફથી મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત
અમદાવાદ,02 એપ્રિલ (હિ.સ.) બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દિપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં સવારે ભીષણ ધડકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા.બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસને લઈને કુલ 21 લોકોના મોત થયા છે.આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોના પરિવારને 50 હજારની સહાય આપવામાં આવી છે.
ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવેદના વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે પોસ્ટ કરીને જણાવ્યું કે, “ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં થયેલી જાનહાનિથી દુ:ખ થયું.” સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જેમણે આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના છે.”
વધુમાં આ સમગ્ર મામલે વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે, “ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી મારી પ્રાર્થના છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પૂરતી મદદ કરવામાં આવી રહી છે.” સાથે જ તેમણે કહ્યું કે, “મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.”
આ બ્લાસ્ટ કેસમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે 5 સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ જે ગોડાઉનમાં બ્લાસ્ટ થયો તે ગોડાઉનના માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કેસમાં એમોનિયમ નાઈટ્રેટને કારણે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે હોસ્પિટલો મરણચીસોથી ગૂંજી ઉઠી છે.
આ તમામના મૃતદેહ લેવા માટે વહેલી સવારે 5 વાગ્યે મધ્ય પ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સવારે 8:15 વાગ્યા આસપાસ પોલીસ પાટલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દિપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખૂબચંદના ભાઇ જગદીશ મોહનાનીની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ