સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં, નવીન એમઆરઆઇ મશીન માટે રજૂઆત
પાટણ, 26 એપ્રિલ (હિ.સ.)સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન બંધ હાલતમાં હોઈ સિદ્ધપુરના પ્રાંત અધિકારી વ અધ્યક્ષ રોગી કલ્યાણ સમિતિ જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને સભ્ય સચિવ વ સીડીએમઓ રોગી કલ્યાણ સમિતિ જનરલ હોસ્પિટલ સિદ્ધપુર દ્વારા કેબિનેટ મંત્રી બલવંતસિં
સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં નવીન એમઆરઆઇ મશીન માટે રજૂઆત


પાટણ, 26 એપ્રિલ (હિ.સ.)સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન બંધ હાલતમાં હોઈ સિદ્ધપુરના પ્રાંત અધિકારી વ અધ્યક્ષ રોગી કલ્યાણ સમિતિ જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને સભ્ય સચિવ વ સીડીએમઓ રોગી કલ્યાણ સમિતિ જનરલ હોસ્પિટલ સિદ્ધપુર દ્વારા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતને હોસ્પિટલ ખાતેનું જૂનું એમઆરઆઇ મશીન કંડમ કરીને નવું એમઆરઆઇ/ સીટી સ્કેન મશીન ફાળવવા રજૂઆત કરેલ તે અન્વયે બલવંતસિંહ રાજપૂતે ઉપરોક્ત રજૂઆત અન્વયે નિયમાનુસારની કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવેલ છે.

તે ઉપરાંત સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં ઇએનટી અને ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવા સારૂ રોગી કલ્યાણ સમિતિના સભ્ય ભરતભાઈ મોદીએ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સમક્ષ રજૂઆત કરતાં મંત્રીએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande