પાટણ, 26 એપ્રિલ (હિ.સ.)સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ડો.શોભાબેન ખંડેલવાલ સીડીએમઓ તથા ડો.રેખાબેન કેલા,આર.એમ.ઓ.ના માર્ગદર્શન હેઠળ અને અનંત દેવધર બાયોકેમીસ્ટના સંકલનથી આઇસીટીસી,જનરલ હોસ્પિટલ, સિદ્ધપુર તથા સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ કોલેજ, સિદ્ધપુર ના સંયુક્ત સહકારથી CPR ટ્રેનીંગ તથા હેલ્થ અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવયો. કોઇ માણસ પડી જાય, બેભાન અવસ્થામાં હોય અને હ્રદયના ધડકન(પલ્સ) ન આવતા હોય ત્યારે જો તાત્કાલિક સીપીઆર આપવામાં આવે તો વ્યક્તિની જીંદગી બચાવી શકાય છે્.
આ ટ્રેનીંગ રાજુભાઇ રાવલ ટયુટર, સરકારી નર્સિંગ કોલેજ, સિદ્ધપુર દ્વારા આપવામાં આવી હતી.તથા વિધાર્થીઓને પણ પ્રેક્ટિકલ કરાવવામા આવ્યું હતુ.ત્યારબાદ ગિરીશભાઈ પી.વાણિયા કાઉન્સેલર દ્વારા એચ.આઇ.વી.એઇડસ શું છે,કેવી રીતે ફેલાય છે.કેવી રીતે ફેલાતો નથી,તેના લક્ષણો,તેનાથી બચવાના ઉપાયો,મફત નિદાન તથા સારવાર,તબીબી સહાય,1097 ટોલ ફ્રી નંબર,નાકો એપ, વ્યસન, તમાકુ,બીડી, સિગારેટ,તથા પોષ્ટિક આહાર વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ સાહેબ સાગર મોહિતે,મિશ્રા સર,તમામ ફેકલ્ટી તથા વિધાર્થીઓનો સહકાર સાંપડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર