-શિક્ષણ ક્ષેત્રે 37 વર્ષની અવિરત સેવાઓ આપી નિવૃત્ત થતા બાળકો પણ રડી પડ્યા
-કાશ્મીરના દુઃખદ બનાવને લઈ મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી
ભરૂચ 26 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાની સરદાર નગર પ્રાથમિક શાળાના આચાર્યએ 37 વર્ષની અવિરત સેવાઓ આપ્યા બાદ વય નિવૃત્તિ થતા તેમનો વિદાય સંભારભ યોજાયો હતો.તેમની આ શાળાને એક ઉત્કૃષ્ટ શાળા બનાવવામાં તેમનો સિંહફાળો હતો.આચાર્ય સુરેન્દ્રસિંહ ચૌહાણએ શિક્ષક તરીકે નહિ પણ માર્ગદર્શક તરીકે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવો દ્વારા લાગણીઓની સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. આચાર્યના જીવનની સફર અને સેવાના પરિચય સાથે તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા નં.110 નાં જિજ્ઞેશકુમાર પટેલે કર્યું હતું.અંતમાં સરદાર નગર પ્રાથમિક શાળાના આચાર્યને ખૂબ જ ભાવવિભોર વિદાય આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય ચંદ્રકાંત ,દોલત સિંહ,શ્રી જય માતાજી આશ્રમ શાળા સિલુડી દોદવાડાનાં ટ્રસ્ટી દેવુભા કાઠી,પૂર્વ. એ. ડી.આઈ કે.કે રોહિત ,પ્રભુ, સી. આર.સી,બી. આર.સી, ગામના અગ્રણીઓ તેમજ શાળાનાં બાળકોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમને ભાવવિભોર અને યાદગાર બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ