મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) જમ્મુ કશ્મીર ના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને આ એક દુઃખદ ઘટના છે જેનો રોષ હાલ સમગ્ર ભારત દેશ સહીત રાજ્યોમાં ફેલાયેલો છે આતંકવાદીઓ સામે ભારે સુત્રોચાર કરી હાલ વિવિધ સંગઠનો તેમજ લોકો રોષ ઠાલવી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ રોષ વ્યાપેલો છે જેને લઇ વિવિધ સંગઠનો મેદાને છે અને આતંકવાદીઓના પૂતળા નું દહન કરી વિરોધ થઈ રહયો છે જેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે જિલ્લામાં વિવિધ તાલુકામાં જેમાં મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ભિલોડા, ધનસુરા સહીત વિવિધ વિસ્તારમાં બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો મેઘરજમાં પણ પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જોવા મળ્યો હતો સવારથી જ નગર ના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા લારી ગલ્લા થી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી જનતા નો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા લોકોની માંગ છે મોડાસામાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાને લઈને શહેરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો.શહેરના માર્કેટયાર્ડ સહિત વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો.શહેરના સૂકા બજાર બસપોર્ટ રોડ સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા વેપારી એસોસિએશન દ્વારા સ્વંયભુ બંધ પાડવામાં આવ્યો છે બજારો પહેલગામ આતંકી હુમલા ના વિરોધ માં માલપુર સજ્જડ બંધ હાલતમાં જોવા મળ્યું હતું સનાતની સેના દ્વારા ગદ્દારો સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા માલપુર ના તમામ નાના મોટા વેપારીઓ એ સ્વયંભૂ બંધ પાડ્યો નગરવાસીઓ એ મૃતકોનેશ્રદ્ધાંજલી આપી હતી આતંકીઓ ને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં ઠેળ ઠે ળ આક્રોશ જોવા મળી રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ