આર્ટ્સ કોલેજ, શામળાજીમાં પહેલગામ ઘટનામાં શહીદ થયેલ શહીદોને શોક શ્રધ્ધાંજલિ અપાઇ.
મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ભારતના નિર્દોષ નાગરિકો ઉપર થયેલા કાયરતાપૂર્વકના આર્ટ્સ કોલેજ, શામળાજી દ્વારા કડક નિંદા કરવામાં આવે છે. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનારા શહીદો માટે સમગ્ર દેશ શોકમગ્ન છે. આ ઘટનામાં શહીદ થયેલ
Tributes were paid to the martyrs of the Pahalgam incident at Arts College, Shamlaji.


મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ભારતના નિર્દોષ નાગરિકો ઉપર થયેલા કાયરતાપૂર્વકના આર્ટ્સ કોલેજ, શામળાજી દ્વારા કડક નિંદા કરવામાં આવે છે. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનારા શહીદો માટે સમગ્ર દેશ શોકમગ્ન છે.

આ ઘટનામાં શહીદ થયેલ નાગરિકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજના દિવસે કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકમંડળ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અજયભાઈ કે. પટેલે આ ઘટનાને માનવતા ઉપર હુમલો ગણાવી, વિદ્યાર્થીઓને શાંતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે આગળ વધવાની પ્રેરણા આપી. કોલેજ પરિવાર શહીદોના પરિવારો પ્રત્યે દીર્ઘકાલીન સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે દેશ આ ઘટનાને લઈ વધુ મજબૂત બનીને ઊભો રહે. આ પ્રસંગે મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ ભારે શોખ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande