અંબાજ, 05 એપ્રીલ (હિ. સ). માર્ગ અને મકાન પેટા વિભાગ ગુજરાત રાજ્ય ની અંબાજી કચેરી હસ્તક ના ખેરોજ અંબાજી અને અંબાજી આબુરોડ રાજ્ય ધોરીમાર્ગ નંબર - નવની હયાત Row ૩૦ મીટર ની છે જે વાહનો ના ટ્રાફિક ને તથા રાહદારીઓ ને અગવડ ન પડે તે હેતુ થી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની થતી હોય આ રસ્તા પૈકી આવેલ બિનઅધિકૃત દબાણ તા.૮-૪-૨૦૨૫ પહેલા પોતાના ખર્ચે દૂર કરી લેવા નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ અંબાજી ની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે જો સ્વૈચિક દબાણો દૂર કરવામાં નહીં આવે તો કાયદે સર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ