ગીર સોમનાથ 6 એપ્રિલ (હિ.સ.). આજરોજ રામનવમી નિમિત્તે સુત્રાપાડા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓદ્વારા સંયુક્ત રીતે યોજાયેલ આ ભવ્ય શોભાયાત્રા લગભગએક થી દોઢ કિલોમીટર લાંબી હતી અને હજારો રામ ભક્તો એ ભાગ લીધો હતો અને નવદુર્ગા મંદિર ખાતેથી પ્રારંભ થયેલી શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી રહી હતી ત્યારે અનેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જયશ્રી રામના ના નારા સાથે તેમજ શહેરના તમામ વિસ્તારોમાં કેસરિયા ઝંડા લહેરાવવામાં લોકોની સક્રિયતાથી આ શોભાયાત્રાની શોભા માં અનેરો ઉમેરો થયો હતો સમગ્ર શોભાયાત્રા ના કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પ્રશંસનીય રહ્યો હતો. સુત્રાપાડા શહેરમાં ના ઇતિહાસ માં આજે રામનવમી ના ત્યોહાર ને લય ને ખૂબજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્રી રામ ભગવાનના જન્મ દિન નિમિત્તે સુત્રાપાડા શહેરમાં હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા નવદુર્ગા મંદિર થય અને સુત્રાપાડા બંદર માંથી સુત્રાપાડા શહેરમાં ફરી હતી અને ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સુત્રાપાડા શહેરમાં આજે હજારોની સંખ્યામાં હિન્દુ સમાજમાં એક ભક્ત ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો અને જયશ્રી રામના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું સુત્રાપાડા શહેર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ