જૂનાગઢ 6 એપ્રિલ (હિ.સ.) કેશોદ ના માંગરોળ રોડ પર આવેલ ચિત્રકૂટ ધામ સોસાયટી ના લોકો દ્વારા રામ નવમી ની ઉજવણી ના ભાગ રૂપે ત્રણસો એક દીવડાઓ ની મહા આરતી કરી ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરેલ હતી જેમાં કેશોદ ના ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ હિરેન ભોરણીયા તેમજ નગર પાલિકા સદસ્ય અંકિતા ગજેરા તેમજ અન્ય આગેવાનો અને ચિત્રકૂટ ધામ સોસાયટી ના સૌ જોડાયા હતા અને ભગવાન શ્રી રામ ના નારાઓ સાથે સૌ એ આ વિશેષ મહા આરતી નો લાભ લીધો હતો અને બાળ સ્વરૂપ ભગવાન શ્રી રામ ને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવી સૌ લોકો એ મર્યાદા પુરુષોતમ ભગવાન રામ ના દર્શન કરી ધન્ય બન્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ