સુરત, 6 એપ્રિલ (હિ.સ.). વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો 46 મો સ્થાપના દિવસ. આ ખાસ દિવસે સવારે 9:00 કલાકે પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પાર્ટીના પદાધિકારીઓ તથા કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેમના ઘરે પાર્ટીનો ધ્વજ ફહેરાવી કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મીડિયા સમક્ષ બોલતા તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આનંદ ઉલ્લાસ અને ગર્વ લેવાનો દિવસ છે પાર્ટીનો કાર્યકર્તા એ સૌપ્રથમ દેશને મહત્વ આપે છે ત્યારબાદ પાર્ટીને અને છેલ્લે પોતાને મહત્વ આપે છે પાર્ટીનો કાર્યકર્તા જ્યારે પાર્ટીનો ધ્વજ પોતાના ખભે લઈને ચાલે છે ત્યારે તેના શરીરમાં જે ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે તે આપ સૌએ જોયું હશે તેની સાથે લોકો સાથેનું તેમનું કમિટમેન્ટ પણ દેખાય છે. સત્તામાં આવ્યા બાદ લોકોની સેવા કેમ કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
પાર્ટી દ્વારા બનેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સરકાર અને તેમને લીધેલા પગલાં જેના કારણે લોકોમાં સંતોષની અને વિશ્વાસની ભાવના પાર્ટી માટે ઊભી થઈ છે તે અમારા માટે ગર્વની વાત છે ગુજરાતના સમગ્ર બુથોમાં બુથ દીઠ 25 ઝંડા લગાવવામાં આવ્યા છે પાર્ટીનો આ ધ્વજ એ અમારા માટે એટલો જ મહત્વનો છે તેની આન બાન અને શાન કે જે આપણે તિરંગા માટે રાખીએ છીએ તેવી જ રીતે આ ધ્વજ નું મહત્વ પણ આપણે જાળવશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ વિશ્વાસનું જે વાતાવરણ સર્જી લોકોમાં અપેક્ષાઓ જગાડીને એમને પૂર્ણ કરવા તરફ જે આગળ વધ્યા છે અને પરિણામ આપ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તેમની સાથે છે દેશ પ્રતિ, દેશના નાગરિકો પ્રતિ કમિટમેન્ટ સાથે આગળ વધ્યા છે સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલે પણ કાર્યકર્તાઓની અને પદાધિકારીઓની હાજરીમાં તેમના ઘરે પાર્ટીનો ધ્વજ ફહેરાવી સહુને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમની સાથે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ મહામંત્રી ઓ કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ભીમનાથ પાર્ટીના પદાધિકારીઓ તથા કોર્પોરેટર ઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે