તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૨૭ મી વાર્ષિક સાધારણ સભા,
સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા, આધ્યસ્થાપક જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા મુકામે યોજાઇ
સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ ૨૭ મી સાધારણ સભા


ગીર સોમનાથ 23 મે (હિ.સ.) આજરોજ તા-23/05/2025 ના રોજ સવારે 11 કલાકે ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ ૨૭ મી સાધારણ સભા સને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ ની સામાન્ય સભા જેમાં યાર્ડ ના ડાયરેક્ટરો અને સંઘના ડાયરેક્ટરો, સભાસદો, મંડળીના પ્રમુખો અને તાલુકાનાં ખેડૂત આગેવાનોની હાજરી માં ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલના હૉલમાં યોજવામાં આવેલ. જેમાં, ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવેલ, 31 માર્ચ 2025 ના રોજ પૂર્ણ થતાં હિસાબો રજૂ કરવામાં આવેલ, વ્યવસ્થાપાક કમિટી દ્વ્રારા વર્ષ દરમ્યાન કરેલ કામગીરીની નોંધ લેવામાં આવેલ.

સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો વર્ષ ૨૦૨૪ -૨૫ નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ જે અંતર્ગત સુત્રાપાડા તાલુકા સંઘ માં સભાસદ મંડળીઓનું શેર ભંડોળ રૂ.379300/- થાય છે. તેમજ અનામત ભંડોળ રૂ. 2401286/- નું છે. અન્ય ભંડોળની પણ જોગવાઈ કરવામાં આવેલ છે

આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડા તાલુકા સંઘના સ્થાપક અને ડાયરેક્ટર જશાભાઈ બારડે જણાવેલ કે વર્ષ 1997 થી કાર્યરત સુત્રાપાડા તાલુકા સંઘના ખેડૂતો માટે સતત કામ કરતી આ સંસ્થામાં સુત્રાપાડા તાલુકા સહકારી સંઘની સભ્ય સંખ્યા હાલ કુલ 122 છે તાલુકા કક્ષાએ ખેતી વિષયક ચીજ વસ્તુઓ જેમ કે રસાયણિક ખાતર, હાયબ્રિડ બિયારણો, જંતુનાશક દવા, ખેત ઓઝારો, દવા છાંટવાના સ્પ્રે પંપ વિગેરે ચીજ વસ્તુઓના વેપાર ની કામગીરી કરે છે. ઉપરાંત ખેડૂતોએ સર્ટીફાઇડ બિયારણો અને દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તેમજ સુત્રાપાડા અને તાલુકાનાં ખેડૂતોને કપરી પરિસ્થિતિમાં પણ સર્ટીફાઇડ રસાયણિક ખાતર તેમજ સર્ટીફાઇડ બિયારણ સુત્રાપાડા તાલુકા સંઘ માંથી પૂરું પાડવામાં આવે છે તેવું જણાવેલ.

સુત્રાપાડા તાલુકા સંઘ દ્વારા ખાતર વિતરણ ની કામગીરી કરતાં શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું સન્માન કરવામાં આવેલ જેમાં, પ્રથમ નંબરે લોઢવા સેવા સહકારી મંડળી, બીજા ક્રમે ગોરખમઢી ફળ શાકભાજી ઉ. સહકારી મંડળી. ત્રીજા ક્રમે લોઢવા તેલીબિયા મંડળી અને ની શ્રેષ્ઠ કામગીરી બદલ તેના પ્રમુખોને જશાભાઈ બારડ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

આ તકે ભારતીય જનતા પાર્ટી ગિરસોમનાથ જિલ્લાના મહામંત્રી દિલીપભાઇ બારડ, સુત્રાપાડા તાલુકા સંઘના પ્રમુખ અજયભાઇ બારડ, ઇફકોના ફિલ્ડ ઓફિસર જયદીપભાઈ રાખોલીયા, દિલીપભાઇ ઝાલા, જેસિંગભાઈ મોરિ, ભીખુભાઈ ઝાલા. લાખાભાઇ ભોળા, અરજણભાઇ બારડ, ભૂપતભાઈ બારડ, રાઈસિંગભાઈ વાળા, ગાંડાભાઈ નકુમ, બાલુભાઈ રાઠોડ ,સવદાસભાઈ ઝાલા, કાદુભાઈ જાદવ, મનોજભાઇ વાળા, ઉમેશભાઈ ઝાલા, ભૂપતભાઈ ઝાલા, સામતભાઈ ખેર, ભીમભાઇ ખૂંટડ, ભરતભાઇ જાદવ, પ્રતાપભાઈ પરમાર, બાબુભાઇ ડોડીયા, રામસિંગભાઈ , માંડાભાઈ બારડ, અરજણભાઇ બારડ, પ્રવીણભાઈ બારડ, કનકસિંહ વાળા, માનસિંહ ચૌહાણ, , કરશનભાઈ બારડ, જેસિંગભાઈ બારડ ,ભાણાંભાઈ મોરિ ,ગોવિંદભાઈ ચૌહાણ ,દેવશીભાઈ ચાવડા અરજણભાઇ જાદવ, અરસિભાઈ બારડ, કૈલાશભાઈ રામ, સુરેશભાઈ મોરી . જેસિંગભાઈ કામળીયા,નથુભાઈ કમાલિયા , જેશિંગભાઈ બારડ, દશરથસિંહ સરવૈયા રામસિંગભાઈ વાણવી, મૂલજીભાઈ વાણવી, દાનાભાઇ પટેલ, ભૂપતભાઈ ઝાલા, કાળાભાઈ બારડ, કાનાભાઇ બારડ અને બહાદુરભાઈ બારડ વગેરે ખેડૂત આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande