પાટણ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતા વધારવા મહત્વપૂર્ણ બેઠક
પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતા વધારવા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા નિભાવી હતી. તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં ચાલતાં જળ સ્ત્રોતો અંગે સમીક્ષા ક
પાટણ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતા વધારવા મહત્વપૂર્ણ બેઠક


પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતા વધારવા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા નિભાવી હતી. તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં ચાલતાં જળ સ્ત્રોતો અંગે સમીક્ષા કરી હતી. મંત્રીએ અટલ ભૂ જળ યોજના હેઠળ મંજૂર થયેલા કામો ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે દાતાઓના આર્થિક સહયોગ અને જન ભાગીદારીથી પાણીના કાર્યો પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લામાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા અને જળસ્તર ઊંચું લાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. આ માટે સંસદસભ્ય, ધારાસભ્યો, વહીવટીતંત્ર, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, ડેરી, ગ્રામ પંચાયતો અને પાલિકાઓનો સહયોગ લેવામાં આવશે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને પંચાયત ઘરોમાં જળસંગ્રહના કાર્ય હાથ ધરાશે.

આ બેઠકમાં વિવિધ કામગીરીઓની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં 10,000 ખાડાઓ ખોદવા, બંધ બોર રિચાર્જ કરવા, જૂના કૂવાઓમાં પાણી ઉતારવા અને તળાવો ઊંડા કરવાનું આયોજન છે. ખેતરોમાં હોલિયા બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્યો લવિંગજી ઠાકોર અને કિરીટ પટેલ, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande