બોલિવૂડ સેલિબ્રિટીઓએ, ભારતીય સેનાની પ્રશંસા કરી
નવી દિલ્હી, 9 મે (હિ.સ.) ગઈકાલે રાત્રે ભારત-પાકિસ્તાન સરહદ પર, પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ રહી હતી. ભારતીય સેનાએ સંપૂર્ણ સતર્કતા સાથે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો. આના જવાબમાં, ભારતીય સેનાએ કડક કાર્યવાહ
સેના


નવી દિલ્હી, 9 મે (હિ.સ.) ગઈકાલે રાત્રે ભારત-પાકિસ્તાન સરહદ પર, પરિસ્થિતિ અત્યંત

તણાવપૂર્ણ રહી હતી. ભારતીય સેનાએ સંપૂર્ણ સતર્કતા સાથે પાકિસ્તાન દ્વારા કરવામાં

આવેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો. આના જવાબમાં, ભારતીય સેનાએ કડક કાર્યવાહી કરી અને

પાકિસ્તાનના મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કર્યો. આખી રાત સરહદી વિસ્તારોમાં, અસ્વસ્થ

શાંતિ અને સતર્કતા રહી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ બેચેન

રહ્યા. ઘણી હસ્તીઓએ આખી રાત સોશિયલ મીડિયા દ્વારા, પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને

ભારતીય સેનાની હિંમત અને તૈયારીઓને સલામ કરી. સેનાના સૈનિકોની બહાદુરી પર ગર્વ

વ્યક્ત કરતા તેમણે દેશવાસીઓને સંયમ અને એકતા જાળવવા અપીલ કરી.

રિતેશ દેશમુખની પોસ્ટ

રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, આપણા દેશના સાચા

નાયકોને, મારા સલામ. આપણા સૈનિકો નિર્ભયતા અને બહાદુરીથી દુશ્મનોનો સામનો કરીને

આપણને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. ભારતીય સેના અમર રહે. આ ઉપરાંત, રિતેશની પત્ની

અને અભિનેત્રી જેનેલિયાએ પણ ભારતીય સેનાના ગૌરવની ઉજવણી કરતી એક પોસ્ટ લખી છે.

જેનેલિયા લખે છે, ભારતીય સેનાની બહાદુરી, હિંમત અને

બુદ્ધિમત્તાને સલામ. અમે તમારી સલામતી અને સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ.

બોલીવુડ સેલિબ્રિટીઝ દ્વારા પોસ્ટ્સ

અનિલ કપૂરે ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી. હું

ભારતીય સેનાના તમામ બહાદુર અને હિંમતવાન સૈનિકોનો આભાર માનું છું જેઓ આપણને

સુરક્ષિત રાખે છે. કંગના રનૌતે પણ હુમલાનો વીડિયો શેર કર્યો અને ભારતીય

સેનાને સલામ કરી. માનુષી છિલ્લરએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, 3 દાયકા સુધી

સંરક્ષણ મંત્રાલયમાં કામ કરનાર ડૉક્ટરની પુત્રી અને એક આર્મી ઓફિસરની ભત્રીજી

તરીકે, મને આપણા સશસ્ત્ર

દળો દ્વારા રાષ્ટ્રની સેવા માટે આપવામાં આવેલા બલિદાન માટે ખૂબ જ આદર અને પ્રશંસા

છે. હંમેશા આપણું રક્ષણ કરવા બદલ આભાર. જય હિંદ.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande