નવી દિલ્હી, ૦9 મે (હિ.સ.) પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણની જેમ હવે, કંગના રનૌત
પણ હોલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે. પોતાના જોરદાર અભિનયથી બોલિવૂડમાં પોતાનું
નામ બનાવ્યા બાદ, કંગના હવે
આંતરરાષ્ટ્રીય સિનેમામાં પણ, પોતાના અભિનયનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર,”તેમને એક જબરદસ્ત
મનોવૈજ્ઞાનિક હોરર ડ્રામા ફિલ્મની ઓફર કરવામાં આવી છે.જેના વિશે ઘણી
ચર્ચા થઈ રહી છે. કંગના ઘણા સમયથી હોલીવુડ પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી, પરંતુ તે કોઈ
સામાન્ય સ્ક્રિપ્ટથી સમાધાન કરવા માંગતી ન હતી. હવે તેની પાસે એક એવી ફિલ્મ છે, જે
તેને વૈશ્વિક સ્તરે તેની પ્રતિભા દર્શાવવાની તક આપશે એટલું જ નહીં પરંતુ દર્શકોને
પણ ચોકાવશે.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,”કંગના રનૌત ટૂંક
સમયમાં હોલીવુડની મનોવૈજ્ઞાનિક હોરર ડ્રામા ફિલ્મ 'બ્લેસ્ડ બી ધ એવિલ'માં જોવા મળશે.
આને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની, શાનદાર શરૂઆત માનવામાં આવે છે. કંગનાની સાથે, આ ફિલ્મમાં
હોલીવુડ અભિનેતા ટાયલર પોસી અને સિલ્વેસ્ટર સ્ટેલોનની પુત્રી સ્કારલેટ રોઝ સ્ટેલોન
પણ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બ્લેસ્ડ બી ધ એવિલનું દિગ્દર્શન
અનુરાગ રુદ્ર દ્વારા, કરવામાં આવ્યું છે અને તેનું શૂટિંગ આ ઉનાળામાં ન્યૂયોર્કમાં
શરૂ થવાની તૈયારીમાં છે. આ સમાચાર કંગનાના ચાહકો માટે આશ્ચર્યજનક નથી, કારણ કે, લાંબા
સમયથી તે તેના હોલીવુડ ડેબ્યૂને લઈને સમાચારમાં હતી.”
'બ્લેસ્ડ બી ધ
એવિલ' ફિલ્મની વાર્તા,
એક ખ્રિસ્તી પરિણીત યુગલની આસપાસ ફરે છે જે ગર્ભપાતની પીડામાંથી પસાર થઈ રહ્યા છે.
પોતાના દુ:ખદ ભૂતકાળને પાછળ છોડીને, તેઓ એક નવી શરૂઆત શોધી રહ્યા છે. આ સંબંધમાં, તેઓ એક જૂનું અને
ઉજ્જડ ખેતર ખરીદે છે, પરંતુ તેમને
ખ્યાલ નથી હોતો કે આ સ્થળ ભૂતકાળના ભયાનક રહસ્યોથી ભરેલું છે. એકવાર ત્યાં
પહોંચ્યા પછી, તેઓ એક ખતરનાક
અને દુષ્ટ શક્તિનો સામનો કરે છે, જે તેમની માનસિક અને ભાવનાત્મક કસોટી કરવાનું શરૂ
કરે છે. દિગ્દર્શક અનુરાગ રુદ્રને વિશ્વાસ છે કે, તેમના હૃદયને સ્પર્શી ગયેલી આ
વાર્તા દર્શકો પર એ જ અસર છોડશે, એક એવી સફર જે ડરની સાથે ઊંડો ભાવનાત્મક જોડાણ પણ પ્રદાન
કરશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ