પ્રાકૃતિક કૃષિમાં વરાપ વિશે જાણીએ.....
જૂનાગઢ 9 મે (હિ.સ.) સમગ્ર રાજ્યમાં શુદ્ધ, સાત્વિક અને સારી ગુણવતા યુક્ત ખેતી ઉત્પાદનો મળે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આપણે જયારે વાવેતર કરીએ ત્યારે માત્ર છોડના મૂળને જ પાણી મળે તે જરૂરી નથી. છોડના મૂળને ભેજની
પ્રાકૃતિક કૃષિમાં વરાપ વિશે જાણીએ.....


જૂનાગઢ 9 મે (હિ.સ.) સમગ્ર રાજ્યમાં શુદ્ધ, સાત્વિક અને સારી ગુણવતા યુક્ત ખેતી ઉત્પાદનો મળે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આપણે જયારે વાવેતર કરીએ ત્યારે માત્ર છોડના મૂળને જ પાણી મળે તે જરૂરી નથી. છોડના મૂળને ભેજની જરૂરિયાત પણ હોય છે. એટલે કે તેને વરાપ જોઈએ. જમીનની અંદર માટીના બે કણોની વચ્ચે ખાલી જગ્યા હોય છે. તેમાં માત્ર પાણી જ ન ચાલે. આ ખાલી જગ્યામાં ૫૦% વરાળ અને ૫૦% હવાનું પ્રમાણ હોવું જોઈએ. જેને વરાપ કહેવાય.

જયારે આપણે આ ખાલી જગ્યામાં સતત પાણી ભરી દઈએ છીએ ત્યારે તેમાંથી હવા નીકળી જાય છે. તેથી મૂળ અને જીવાણુઓને ઓક્સિજન મળતો નથી અને તે મુરઝાઈ જાય છે, પીળા પડી જાય છે, સુકાય જાય છે. તેથી છોડની જરુરિયાત પૂરતું જ પાણી આપવું જોઈએ.

કોઈ પણ વૃક્ષ, પાક કે છોડ ઉપર બપોરના ૧૨:૦૦ કલાકના જે છાંયો પડે છે, તેની છેલ્લી હદ ઉપર વરાપ મૂળ લેતા હોય છે. છાંયડામાં પાણી ભરાઈ રહે એટલે મૂળ સડવા લાગે છે. આ નુકસાનથી બચવા માટે છાંયડામાંથી બહાર નાળું કાઢવું જોઈએ અને થડ ઉપર માટી ચડાવવી જોઈએ. લીલા પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે જે ખોરાકનું નિર્માણ કરે છે, તેનો સંગ્રહ ડાળી કે થડમાં થાય છે. આ ડાળી કે થડના માધ્યમથી પાંદડાઓને પોષણ મળે છે. તેથી ડાળી કે થડનો ઘેરાવો વધારવો જોઈએ. આ ઘેરાવી મૂળ સાથે સીધા સંપર્કમાં હોય છે. તેથી મૂળનો ઘેરાવો પણ વધારવો જોઈએ.

મૂળનો ઘેરાવો વધવાથી તેની લંબાઈ આપ મેળે વધી જશે. તેના માટે મૂળથી નજીક નહીં પરંતુ દૂરથી પાણી પીવડાવવું જોઈએ. જેના લીધે પાંદડાઓ વધુ ખોરાકનું નિર્માણ કરી શકશે. આમ છેલ્લે વધુ પાક ખેડૂત મિત્રોને મળી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande