ફેબ્રુઆરીમાં પહેલા અને ત્રીજા અઠવાડિયે જ્યારે માર્ચ મહિનાની શરૂઆતે ચોરી થયેલ હતી
સોલાર પ્લાન્ટમાં ચાર મહિના અગાઉ થયેલ ચોરીનો ગુન્હો કઈ રીતે નોંધાયો તે શંકસ્પદ
ભરૂચ 11 જૂન (હિ.સ.)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી તા. 4 -20 ફેબ્રુઆરી અને 3 માર્ચ એમ કુલ ત્રણ વખત સોલારના અલગ અલગ સામાનની ચોરીઓ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.સોલાર પ્લાન્ટમાંથી અલગ અલગ ત્રણેય ચોરી મળી કુલ 4.07 લાખનો સામાન ચોરાય ગયો હતો. સોલાર પ્લાન્ટમાં થયેલ ત્રણ વખત થયેલ ચોરીના બનાવની ચાર મહિના પછી ચોરીની ફરિયાદ નોંધા વતા આ ફરિયાદ પોલીસે લીધી કંઈ રીતે અને આ ફરિયાદ થઈ કઈ રીતે તે શંકાના દાયરામાં આવે છે .
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની સીમમાં કાસા આર્ક એલ.એલ.પી.નો સોલાર પ્લાન્ટ 21.84 એકરમાં આવેલ છે. આ સોલાર પ્લાન્ટ પ્રિયંકા પ્રોસેસર પ્રા.લિ.અને ભાસ્કર સિલ્ક મીલ્સ પ્રા.લિ.એમ બે ભાગમાં વહેંચાયેલો છે.બન્ને પ્લાન્ટની ચારેય તરફ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે.સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી માટે બે માણસ રાખેલા છે.દરમિયાન ગત તા. 04/02/2025ના રોજ ભાસ્કર સિલ્ક મીલ્સના પ્લાન્ટમાંથી તોડફોડ કરીને કેબલ વાયર ચોરાયા હતા. ત્યારબાદ 20/02/2025 ના રોજ પ્રિયંકા પ્રોસેસર વાળા સોલાર પ્લાન્ટમાં પણ ચોરી થઇ હતી.ઉપરાંત 03/03/2025 નારોજ ભાસ્કર સિલ્ક મીલ્સ પ્લાન્ટમાંથી પણ તોડફોડ કરીને કેબલ વાયર ચોરાયા હોવાની જાણ થઇ હતી. આ ત્રણ વખતની ચોરીયોમાં 10459 મીટર કેબલ ચોરાયા જતા તેની 04.79 લાખની ચોરી ત્રણ થી ચાર મહિના અગાઉ થયેલ હતી .
ત્રણ વખત આ ચોરીઓ બાબતે સોલાર પ્લાન્ટમાં નોકરી કરતા વિનિતકુમાર સીંઘે ગતરોજ તા.10 મીના રોજ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરી બાબતે ચાર મહિના બાદ પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ