
ગીર સોમનાથ, 11 જૂન (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉના-કોડિનાર હાઇવે પરના ૨૦ સ્થાયી અને ૮ અસ્થાયી કબજા દૂર કરી રાષ્ટ્રીય હાઈવે રાજમાર્ગ પ્રાધિકરણ ()NHAI)ને કબજા સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે જિલ્લામાંથી પસાર થતા હાઈવેના નિર્માણની કામગીરી વધુ ઝડપી બનશે.
આ ઉપરાંત, હાઈવે પર વધુ જગ્યા બનતાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ