પાટણ, 11 જૂન (હિ.સ.) : કાંકરેજ તાલુકાના સમણવા ગામના 22 વર્ષીય વિપુલજી ખાતુજી ઠાકોર જ્યારે પોતાને મોટરસાયકલ લઈને અસાલડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નંબર પ્લેટ વગરની બે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પર આવેલા ચાર શખ્સોએ તેમની ગાડી રોકી હતી.
એક શખ્સે તેમની બાઈકને આડી ઊભી કરીને રસ્તો અટકાવ્યો અને બીજા શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપીઓએ વિપુલજીના પેન્ટના ખિસ્સામાંથી 1.25 લાખ રૂપિયા રોકડ લૂંટી લીધા અને પછી બંને બાઈક પર ફરાર થઈ ગયા.
વિપુલજીએ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો સહિત જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને લૂંટારુઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર