
પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા સામે ત્રીજી પોલીસ ફરીયાદ નોંધાઇ છે પોરબંદર બાદ જુનાગઢમાં પણ સાયબર ક્રાઈમ ફ્રોડની પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી છે. ગુજરાત બહારના 10થી વધુ રાજ્યોમાં થયેલી સાયબર ફ્રોડની રકમ જુનાગઢના 22 બેન્ક એકાઉન્ટમા જમા થતી હતી જુનાગઢ સાયબર ક્રાઈમમાં ખોટા દસ્તાવેજો – ખોટા બિલોના આધારે બોગસ પેઢી બનાવી વિવિધ 22 બેન્કોમાં એન્કાઉન્ટ ખોલાવ્યા સહિત વિગતો સાથે ફરીયાદ નોંધાઈ છે કરોડો રુપિયાના સાયબર ફ્રોડની શક્યતાઓ સાથે આંતરાષ્ટ્રીય સાયબર ફ્રોડના તાર ખુલ્લે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
*હિરલબા વિરૂધ્ધ જુનાગઢમાં પોલીસ ફરીયાદ*
ફરિયાદી પો.સબ.ઈન્સ. એચ.જે.બારડ (સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જુનાગઢ રેન્જ) દ્વારા દાખલ કરાયેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી હિરલબા જાડેજા અને તેમના માણસોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ત્રણ ભોગ બનનાર વ્યક્તિઓ - પ્રતાપભાઈ ભરાડ (અર્હમ કોમોડીટીઝ), પારસભાઈ જોષી (વિઠ્ઠલ પલ્સ કોમોડીટીઝ), અને ભરતભાઈ સુત્રેજા (ભરત એન્ટરપ્રાઈઝ) ને છેતર્યા હતા. આરોપીઓએ ભોગ બનનારને 'ગોડાઉન ખોલી નાના-મોટા ધંધા' કરવાનું પ્રલોભન આપી તેમના આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ, તેમની જાણ બહાર, તેમના નામની બોગસ પેઢીઓ (અર્હમ કોમોડીટીઝ, વિઠ્ઠલ પલ્સ કોમોડીટીઝ, ભરત એન્ટરપ્રાઈઝ) બનાવી હતી. આ માટે ખોટા દસ્તાવેજો, ખોટા બિલો અને પેઢીઓના નકલી સિક્કાઓ પણ બનાવવામાં આવ્યા હતા. જુનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચીન મહેતા, હિતેષ ઓડેદરા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya