મુંબઈમાં ડીઆરઆઈ એ 5 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા, એક નાઇજીરીયન મહિલા સહિત બેની ધરપકડ કરી
મુંબઈ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ મુંબઈમાં એક નાઇજીરીયન મહિલા સહિત બે દાણચોરો પાસેથી 5 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. મહિલા દિલ્હીથી બસ દ્વારા મુંબઈ આવી રહી હતી અને ડીઆરઆઈએ ગુરુવારે
મુંબઈમાં ડીઆરઆઈ એ 5 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા, એક નાઇજીરીયન મહિલા સહિત બેની ધરપકડ કરી


મુંબઈ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.)

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ મુંબઈમાં એક નાઇજીરીયન મહિલા સહિત બે દાણચોરો પાસેથી 5 કરોડ રૂપિયાના

ડ્રગ્સ જપ્ત કર્યા છે. મહિલા દિલ્હીથી બસ દ્વારા મુંબઈ આવી રહી હતી અને ડીઆરઆઈએ ગુરુવારે

રાત્રે લગભગ 50 કિમી સુધી તેનું

નિરીક્ષણ કર્યા પછી તેની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ આ મામલાની

વધુ તપાસ કરી રહી છે.

ડીઆરઆઈના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે,” ધરપકડ

કરાયેલ મહિલા વિશે ગુપ્ત માહિતી મળી હતી. આ મહિલા ગુરુવારે બસ દ્વારા દિલ્હીથી

મુંબઈ જવા રવાના થઈ હતી. ડીઆરઆઈની ટીમે, મુંબઈથી લગભગ 50 કિમી દૂર મહિલાનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.

મહિલા મુંબઈ પહોંચતાની સાથે જ ડીઆરઆઈનીટીમે, તેને રોકી અને તેના સામાનની તપાસ કરી.

અધિકારીઓએ ફૂડ પેકેટ (ઓટ્સ) અને જ્યુસ ટેટ્રા પેક જપ્ત કર્યા, જેમાં સ્ફટિકીય

પદાર્થો અને ગોળીઓ હતી. એનડીપીએસ ફિલ્ડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પ્રયોગશાળા પરીક્ષણમાં

પુષ્ટિ થઈ કે, તે પદાર્થો 2.56 કિલો મેથામ્ફેટામાઇન અને 584 ગ્રામ એક્સ્ટસી ગોળીઓ હતી.”

ડીઆરઆઈએ મહિલાની ધરપકડ કરી. ત્યારબાદની કાર્યવાહીમાં, અધિકારીઓએ તે

વ્યક્તિને પણ પકડી લીધો જે કન્સાઇન્મેન્ટ મેળવવાનો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની

કિંમત આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં આશરે રૂ. 5 કરોડ હોવાનો અંદાજ છે. નાઇજીરીયન નાગરિકની

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપેસ) એક્ટ, 1985ની લાગુ કલમો હેઠળ ધરપકડ

કરવામાં આવી છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર યાદવ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande