મોડાસા, 21 જૂન (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 ને લઈ ડીવાયએસપી ડી પી વાઘેલાએ સાઠંબા નગરના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત કરી સુરક્ષાની ખાતરી કરી શાંતિ સુલેહ ભર્યા, ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ગાબટ અને સાઠંબાના સરપંચ તથા વોર્ડના ઉમેદવારો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ