
મોડાસા, 21 જૂન (હિ.સ.) વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ જિલ્લા સાબરકાંઠા-ગુજરાત દ્વારા જીલ્લા ચીફ કમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિતની રાહબરી હેઠળ હિંમતનગરના મુખ્ય બજારો ટાવર સરદાર ચોકમા રાજ્ય આસી.ટ્રેનિગ કમિશનરશ્રી નિતીન ગુર્જર દ્વારા મહાવીરનગર ચાર રસ્તા શ્યામાપ્રસાદ ચોકમાં ગાઈડ ટ્રેનિગ કમિશ્નર વૈશાલી પટેલ દ્વારા , મહાકાળી મંદિર પરિસરમાં રેન્જર કમિશનર તથા યોગ માસ્ટર સોનલ ડામોર અને મોતીપુરા ગાંધીબાપુ ચોકમાં કબ-બુલબુલ કમિશનર કલ્પના નિનામાએ તથા ઓર્ગે.કમિશ્નર બિપિન તબીયારે જાહેર સ્થળોએ ભારત સ્કાઉટ-ગાઈડ સાબરકાંઠા દ્વારા યોગ કરી જાહેર જનતાને પ્રત્યક્ષ નિદર્શન કરી જણાવવામાં આવ્યું કે તંદુરસ્ત રહેવું હોય અને તમારું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તેમજ રોગોથી બચવું હોય તો દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં- રોજ સવારે 30 મિનિટ યોગ માટે ફાળવશો.
'' કરો યોગ રહો નીરોગ , યોગ ભગાવે રોગના સુત્રોચારથી વાતાવરણ યોગઓમય બન્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ