
પાટણ, 21 જૂન (હિ.સ.) હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર કશ્યપ રાચ્છ અને યોગ વ્યાયામ તથા રમતગમત ધારાના કૉઓર્ડીનેટર ડૉ. બાદલ ચૌહાણે કર્યું હતું. યોગ સત્રમાં કોલેજના અધ્યાપકો, બિન-શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સહભાગીઓએ પ્રાણાયામ, ભુજંગાસન, સૂર્ય નમસ્કાર, ભ્રામરી અને ધ્યાન જેવા યોગાસનોનું પાલન કર્યું. આયોજકોએ જણાવ્યું હતું કે યોગથી શિક્ષણક્ષેત્રમાં એકાગ્રતા અને કાર્યક્ષમતા બંનેમાં વધારો થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર