પાટણની ક્રિશ્ના સોસાયટીમાં ગટરના ઉભરાટને લઇ રહીશો દુઃખી
પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 9માં આવેલી ક્રિશ્ના સોસાયટીમાં ગટરના પાણીનું સતત ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ભયાનક દ્રશ્યો અને ગંદકીએ આખા વિસ્તારમાં કબજો કરી લીધો છે. ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તાઓ પર ભરાઈ જતા રહીશો
પાટણની ક્રિશ્ના સોસાયટીમાં ગટરના ઉભરાટને લઇ રહીશો દુઃખી


પાટણની ક્રિશ્ના સોસાયટીમાં ગટરના ઉભરાટને લઇ રહીશો દુઃખી


પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 9માં આવેલી ક્રિશ્ના સોસાયટીમાં ગટરના પાણીનું સતત ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ભયાનક દ્રશ્યો અને ગંદકીએ આખા વિસ્તારમાં કબજો કરી લીધો છે. ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તાઓ પર ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ સ્થાનિક પ્રશાસન સમક્ષ વારંવાર રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી. હવે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ લેખિતમાં જાણ કરી છે.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચેતવણી આપી છે કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સોસાયટીના રહીશો સાથે મળીને નગરપાલિકા કચેરી સામે આંદોલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande