મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અટકાયતી અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત હિંમતનગર તાલુકાના દેધરોટા ગામાની પ્રાથમિક શાળામાં ઘરેલુ હિંસા અટકાયતી અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વકીલ ડૉ. જાનકીબેન રાવલ દ્વારા ગામની મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાની માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન DHEW ટીમના DMC દેવાંગભાઈ સુથાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ નીલાબેન પંડ્યા,જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. પ્રજ્ઞાબેન.એસ.ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પી.આર.પટેલ, દેધરોટા વકીલ ડૉ. જાનકીબેન રાવલ, DHEW ટીમ, OSC, PBSC અને VMK અને ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ