અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
મોડાસા, 25 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની પગલે માલપુર તાલુકાના સોમપુરથી અણીયોર, ઉભરણથી મોડાસા રોડ સહિતના વિવિધ રોડ પર વૃક્ષ પડી જવાની, વીજપોલ પડી જવાની ઘટના બની હતી. જિલ્લા વહીવટી તંત્રના માર્ગ અને મકાન વિભાગ, સામાજિક વની
District administration on alert following forecast of heavy rain in Aravalli district


મોડાસા, 25 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની પગલે માલપુર તાલુકાના સોમપુરથી અણીયોર, ઉભરણથી મોડાસા રોડ સહિતના વિવિધ રોડ પર વૃક્ષ પડી જવાની, વીજપોલ પડી જવાની ઘટના બની હતી. જિલ્લા વહીવટી તંત્રના માર્ગ અને મકાન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, UGVCl ના કર્મચારીઓ સહિત જિલ્લા વહીવટી તાંતણા ટીમએ યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી. તમામ કર્મચારીઓએ આખી રાત કામ હાથ ધરી પડી ગયેલા તમામ ઝાડ અને વીજપોલ હટાવી માર્ગ ખુલ્લા કર્યા છે. હાલ આ કામગીરી બાદ વાહનવ્યવહાર પુન શરૂ થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande