પાટણ, 25 જૂન (હિ.સ.) સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેના ઓડિટોરિયમમાં ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે આયોજીત સંવિધાન હત્યા દિવસની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિતિ રહી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
બલવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન કરતાં જણાવ્યું કે જણાવ્યું કે,૨૫ જૂન ૧૯૭૫ ભારતીય ઇતિહાસનો એ કાળો દિવસ જયારે કોંગ્રેસ સરકારે પોતાના અંગત સ્વાર્થ તેમજ શાસન ચલાવવા માટે સૌથી મોટા લોકશાહી દેશમાં ન્યાયતંત્રે આપેલા ચુકાદાની વિરૃદ્ધમાં જઈને કટોકટી જાહેર કરી વાણી સ્વાતંત્ર અને મીડિયા પરના પ્રતિબંધથી અભિવ્યક્તિના અધિકાર છીનવી લાખો દેશવાસીઓને જેલવાસમાં મોકલીને અસંખ્ય યાતનાઓ આપવામાં આવી હતી. આપાતકાલના સમયમાં તાનાશાહીના આ કારનામાને દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહિ.કટોકટી દરમિયાન સૌથી વધુ સંઘર્ષ કર્યો હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે અને તે સમયે ભારતીય જનસંઘના રુપમાં કામ કરતી ભાજપ હતી. ભારતીય લોકશાહીની પુનઃસ્થાપના માટે જોડાયેલ સૌ દેશભક્તોને નતમસ્તક વંદન કરું છું.
આ કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તિ તરીકે ઉપસ્થિત રહેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સત્તાપરથી દૂર ન થવા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી અને દેશના એક લાખથી વધુ સંઘ અને જનસંઘના નેતાઓને જેલ ભેગા કર્યા હતા તેમ જ મીડિયા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તેઓએ જણાવ્યું કે કોંગ્રેસે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મિસા હેઠળ જેલમાં પૂરવા માટે ખૂબ જ મહેનત કરેલી પરંતુ તેઓ છુપાઈને વેશ બદલી અહીંથી તહીં કામગીરી કરતા રહેલા તેઓએ કટોકટી કાળને અંગ્રેજોના શાસન કરતાં પણ બદતર ગણાવ્યું હતું તેમજ બંધારણની હત્યા ગણાવી હતી કટોકટી કારમાં સિદ્ધપુરના મિસા હેઠળ જેલવાસ ભોગવેલ રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેમનું નિતિનભાઈ પટેલ અને બલવંતસિંહ રાજપૂતે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ સિંધવ, હેતલબેન ઠાકોર, નંદાજી ઠાકોર, લવિંગજી ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, દશરથજી ઠાકોર, ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ રાજગોર, સ્નેહલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ અનિતાબેન પટેલ, હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર