
સુરત, 25 જૂન (હિ.સ.)- દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી
રાજ્યભરમાં વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત
શહેર-જિલ્લાની સરકારી પ્રામથિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક
શાળાઓમાં ‘આવો બનાવીએ
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે તા.26,27 અને 28 જૂને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી
મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં જિલ્લાની 1089 શાળાઓના કુલ 21,946 આંગણવાડી, બાળવાટિકા અને
ધો.1ના બાળકોને ગૃહરાજમંત્રી હર્ષભાઇ સંધવી, વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ
રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ તથા ધારાસભ્યો, અધિકારીઓના હસ્તે વાજતે ગાજતે શાળામાં પ્રવેશ
કરાવાશે.
તા.26મીના રોજ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી સવારે 9.00 વાગે ઉત્રાણ ખાતે આવેલી
મહારાજા કૃષણકુમાર સિંહજી તથા શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે
બાળકોને પ્રવેશ અપાવશે.
સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ,પલસાણા, અને ઉમરપાડા સહિતના તાલુકાઓની 1089 શાળાઓમાં 2230 આંગણવાડીમાં, 9273 બાલવાટિકામાં, 10443 બાળકો
ધો.1માં પ્રવેશ મેળવશે. સાથે જ આ વર્ષે ધોરણ 8 પછીના માધ્યમિક તેમજ ધો.10 બાદના ઉ.
માધ્યમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ધો.9 અને 11ના બાળકોનો પણ સમાવેશ શાળા
પ્રવેશોત્સવમાં કરવામાં આવશે. જેથી ધો.9ના 15577 તેમજ ધો.11ના 8184 બાળકો મળીને આ
વર્ષે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ હેઠળ સુરત જિલ્લાના કુલ 45,707 બાળકો આંગણવાડી, બાળવાટિકા, ધો.1,9 અને 11 માં પ્રવેશ
મેળવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે