મધ્યપ્રદેશમાં લૂંટ કરનાર આરોપી પોરબંદરથી ઝડપાયો
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : મધ્યપ્રદેશના બડવા જીલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી સુભાન મનદસિંહ ભાભરને પોરબંદર એલસીબીએ ભોદના પાટીયા પાસેથી ઝડપી લીધો. પોરબંદર એલસીબીને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના કોતવાલી
મધ્યપ્રદેશમાં લૂંટ કરનાર આરોપી પોરબંદરથી ઝડપાયો.


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : મધ્યપ્રદેશના બડવા જીલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી સુભાન મનદસિંહ ભાભરને પોરબંદર એલસીબીએ ભોદના પાટીયા પાસેથી ઝડપી લીધો.

પોરબંદર એલસીબીને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ પૂર્વે લુંટનો ગુન્હો આચરનાર સુભાન મનદસિંહ ભાભર નામનો શખ્સ રાણાકંડોરણા ગામે વાડી વિસ્તારમા મજુરી કામ કરે છે તેના આધારે આ શખ્સ ભોદ ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો અને તેમનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande