વડોદરા, 26 જૂન (હિ.સ.)-વડોદરામાં ઓનલાઈન કમાણીની લાલચ આપી ઠગાઈ કરતા એક ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો છે. ફરિયાદ અનુસાર, ફેસબુક અને યૂટ્યૂબ જેવી પ્લેટફોર્મ પર “ઘેર બેસી કમાઓ” જેવા જાહેરાતો બતાવી લોકોને ટાસ્ક આપી પૈસા પડાવતા હતા.
આ કેસમાં નવા પકડાયેલા આરોપી આકાશ સિંઘ સંજયકુમાર સિંઘ, દિલ્હીના સરીતા વિહારના રહેવાસી છે. આકાશે પોતાના એક કર્મચારીના નામે બોગસ કંપની બનાવી અને બેન્ક એકાઉન્ટ ખોલાવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં રૂ. 5 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાની માહિતી સામે આવી છે.
અપાતી રીતે, વડોદરાના એક શખ્સે ઓનલાઈન ટાસ્કના નામે રૂ. 8 લાખ ગુમાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં અત્યાર સુધીમાં અમદાવાદથી 3, દિલ્હીથી 2 અને મહારાષ્ટ્રથી 1 આરોપી ઝડપાઈ ચૂક્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 મોબાઇલ ફોન, 8 લેપટોપ, ડીવીઆર, રાઉટર સહિત અનેક ડિજિટલ સાધનો પોલીસ દ્વારા કબજે કરાયા છે. આ ઉપરાંત, ઠગાઈમાં ઉપયોગ થયેલા એકાઉન્ટમાં 144 લોકોના પૈસા જતા હોવાની પણ પુષ્ટિ મળી છે.
સાયબર સેલ આગળની કાર્યવાહી માટે ફોરેન્સિક અને બેન્કિંગ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે