કપરાડાના વિરક્ષેત ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 26 જૂન (હિ.સ.)- કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વિરક્ષેત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વિરક્ષેત પ્રાથમિક શાળામાં આંગણવ
Valsad


વલસાડ, 26 જૂન (હિ.સ.)- કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વિરક્ષેત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વિરક્ષેત પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૫, બાલવાટિકામાં ૨૪, પહેલા ધોરણમાં ૬, ધોરણ ૨ થી ૮ માં ૩૩ અને ધોરણ ૯ માં ૨૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૯૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.

પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૨ કુમાર અને ૩ કન્યા, બાલવાટિકામાં ૧૪ કુમાર અને ૧૦ કન્યા, ધોરણ-૧ માં ૨ કુમાર અને ૪ કન્યા, ધોરણ ૨ થી ૮ માં ૧૪ કુમાર અને ૧૯ કન્યા તેમજ ધોરણ ૯ માં ૯ કુમાર અને ૧૭ કન્યા મળી કુલ ૯૪ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સામાજિક જીવનના પાઠ ભણાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું કરી શકે એ વિશે માહિતગાર કરવાનો અને ભવિષ્યમાં આ બાળકો સારી નોકરી મેળવી શકે તે માટે વાલીઓએ પણ બાળકોને વધુ શિક્ષણ મેળવવા પ્રોત્સાહન આપવું જોઈએ.

કલેક્ટરએ શાળા પરિસર, વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા ચકાસી હતી. શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મામલતદાર, બીઆરસી, શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande