
પાટણ, 3 જૂન (હિ.સ.)આજના વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે પાટણ રાઇડર્સ સાયકલિંગ ક્લબએ ખાસ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ક્લબના સક્રિય સભ્ય ચિરાગભાઈ સુખડિયાએ 42 કિલોમીટરની સફર કરીને આ દિવસે અનોખી રીતે ભાગ લીધો. તેઓ છેલ્લા 15 વર્ષથી ક્લબ સાથે જોડાયેલા છે.
પાટણ રાઇડર્સ ક્લબ દર રવિવારે શહેરની આસપાસના 15 થી 20 કિલોમીટરના ગામોમાં સાયકલિંગ યાત્રા કરે છે. ક્લબની ખાસિયત એ છે કે તેમાં કોઈ સભ્ય ફી લેવામાં આવતી નથી. મુખ્ય ઉદ્દેશ લોકોને સાયકલિંગ દ્વારા સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે.
સાયકલિંગ શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે. તે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ બને છે. ક્લબ પાટણના સાયકલ પ્રેમીઓને તેમાં જોડાવાનું નિમંત્રણ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર