વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)-વલસાડના BRC ભવન ખાતે સમગ્ર શિક્ષા – સમાવેશી શિક્ષણ શાખા દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 07 થી 09 જુલાઈ દરમ્યાન ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ અને વલસાડ-પારડી તાલુકાના સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતી દિવ્યાંગ બાળકો માટે આ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં 360 જેટલા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં તેમની જરૂરિયાત મુજબ સાધન-સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમગ્ર આયોજનમાં જિલ્લા અને તાલુકા સ્તરના BRC કો.ઓર્ડિનેટર, IED ટીમ, સ્પેશિયલ એજ્યુકેટર તેમજ એલિમ્કોની ડોક્ટર ટીમે સહયોગ આપ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે