રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં કપરાડાની દહીંખેડ પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો
વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 8માં લેવાતી NMMS (નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ)પરીક્ષા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની દહીંખેડ પ્રાથમિક શાળાના 28 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 100% વિદ્યાર્થીઓ ઉત્તીર્
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં કપરાડાની દહીંખેડ પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો


વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- રાજ્ય પરીક્ષા બોર્ડ

દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 8માં લેવાતી NMMS (નેશનલ

મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ)પરીક્ષા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની દહીંખેડ પ્રાથમિક શાળાના 28 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 100% વિદ્યાર્થીઓ

ઉત્તીર્ણ થયા હતાપરંતુ 7

વિદ્યાર્થીઓએ જિલ્લાના મેરીટ લિસ્ટમાં સ્થાન

મેળવી જવલંત સફળતા પ્રાપ્ત કરી હતી.

કપરાડા તાલુકામાંથી કુલ10 વિદ્યાર્થીઓ

મેરીટમાં આવ્યા હતા જેમાંથી 7 વિદ્યાર્થીઓમાત્ર દહીંખેડ પ્રાથમિક શાળાના હોવાથી શાળા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી. શાળાના વિદ્યાર્થી સત્યમ ગણેશભાઈ દોડીયા 134 માર્ક સાથે પ્રથમ ક્રમે શાળામાં આવ્યો હતો. જ્યારે બીજા ક્રમે ભાંવર નિશા 118 માર્કસ, ત્રીજા ક્રમે તેજલ મુહૂડકર અને વાહુત

વિલમ એ 115 માર્કસ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

હતું. છેલ્લા 7 વર્ષથી સતત શાળાનાબાળકો

મેરીટમાં સ્થાન મેળવી રહ્યા છે તે બદલ શાળાના આચાર્યશ્રી ધાકલભાઈ ભોયા દ્વારા આ

તમામ બાળકોને અને વર્ગ શિક્ષક મયુરીસોલંકી અને બારૈયા

રમેશ તથા શાળાના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવેથી આ બાળકો ધોરણ 12 પાસ કરે ત્યાં સુધી દર મહિને 1000 રૂપિયા લેખે કુલરૂ.48,000ની શિષ્યવૃતિ મેળવશે.જેના દ્વારા તેઓ શિક્ષણ ઉપયોગી સુવિધાઓ મેળવી પોતાનું ઉજજવળ

ભવિષ્ય બનાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તો જ આ પરીક્ષા આપી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande