પાટણ જિલ્લામાં સારા ચોમાસાથી વાવેતર કાર્યમાં તેજી, 28000 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.)છેલ્લા ૧૫ દિવસથી ચાલુ વરસાદી માહોલના કારણે પાટણ જિલ્લાના ખેડૂતોએ વાવેતર કાર્ય ધીમું કર્યું હતું. હવે છેલ્લા ત્રણ દિવસથી આકાશ ચોખ્ખું રહેતાં અને જમીનમાં વરાપ મળતાં ખેડૂતોએ ફરીથી વાવણી કાર્ય વેગવંતુ બનાવ્યું છે. જિલ્લામાં અત્યાર
પાટણ જિલ્લામાં સારા ચોમાસાથી વાવેતર કાર્યમાં તેજી, 28000 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.)છેલ્લા ૧૫ દિવસથી ચાલુ વરસાદી માહોલના કારણે પાટણ જિલ્લાના ખેડૂતોએ વાવેતર કાર્ય ધીમું કર્યું હતું. હવે છેલ્લા ત્રણ દિવસથી આકાશ ચોખ્ખું રહેતાં અને જમીનમાં વરાપ મળતાં ખેડૂતોએ ફરીથી વાવણી કાર્ય વેગવંતુ બનાવ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૮,૦૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. તેમાં પિયત બીટી કપાસનું ૮,૦૦૦ હેક્ટર, ઘાસચારાનું ૧૩,૪૦૦ હેક્ટર અને મગફળીનું ૧,૧૪૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. વાવેતરના મુખ્ય પાકોમાં કપાસ, બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે.

દર વર્ષે પાટણ જિલ્લામાં ખરીફ સિઝનમાં આશરે ૩ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થાય છે. ચાલુ વર્ષે પણ સારા ચોમાસાને કારણે તેમ જ પ્રમાણમાં વાવેતર થવાની આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande