પારનેરાની શાળામાં કેશ ગુફન સ્પર્ધા – વિદ્યાર્થીનીઓએ દેખાડી રચનાત્મકતા
વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક શાળામાં જયાપાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુફન સ્પર્ધા યોજાઈ. કુલ 30 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના વાળની વિવિધ શૈલીઓ દ્વારા કૌશલ્ય અને સુંદરતાનો એક અનોખો સંયોગ રજૂ કર્યો. વિજેતાઓ
પારનેરાની શાળામાં કેશ ગુફન સ્પર્ધા – વિદ્યાર્થીનીઓએ દેખાડી રચનાત્મકતા


વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક શાળામાં જયાપાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુફન સ્પર્ધા યોજાઈ. કુલ 30 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના વાળની વિવિધ શૈલીઓ દ્વારા કૌશલ્ય અને સુંદરતાનો એક અનોખો સંયોગ રજૂ કર્યો.

વિજેતાઓમાં પ્રથમ ક્રમ સ્નેહલતા વિશ્વકર્મા, દ્વિતીય મિતાલી નાયકા અને તૃતિય ક્રમમાં શ્વેતા પાસવાન તથા નવ્યા નાયકા સંયુક્ત વિજેતા રહ્યા. સ્પર્ધાનું સફળ સંચાલન મીતા લાડે કર્યું અને શાળાના પ્રમુખએ ઈનામ આપી સૌને પ્રોત્સાહિત કર્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande